મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માંગરોળ ગામે નર્મદાના કાંઠે તૂટ્યા ઘાટ, રજૂઆતથી થાકેલા લોકોના ઉગ્ર આંદોલનની ચીમકી

નર્મદા જિલ્લાના માંગરોલ ગામે નર્મદા નદીના કાંઠા ઉપર આવેલા ઘાટ તૂટી ગયા છે. તેને બનાવવા માટે ગ્રા

માંગરોળ ગામે નર્મદાના કાંઠે તૂટ્યા ઘાટ, રજૂઆતથી થાકેલા લોકોના ઉગ્ર આંદોલનની ચીમકી

નર્મદા જિલ્લાના માંગરોલ ગામે નર્મદા નદીના કાંઠા ઉપર આવેલા ઘાટ તૂટી ગયા છે. તેને બનાવવા માટે ગ્રામજનો વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર ધ્યાન આપતું ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. માંગરોલ ગામ પાસે નર્મદા નદીના ઘાટ ઉપર મંદિર પણ આવેલા છે. આ મંદિર ઘાટ ન બનતા બે વર્ષથી નદીમાં ભેખડો ધોવાણ થતા મંદિરનો ભાગ ધરાશયી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

આ પણ વાંચોઃ સુરતમાં મેટ્રોના કારણે બંધ રસ્તા વચ્ચે નિર્ણય, બોર્ડના સ્ટુડન્ટ્સ ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકશે પરીક્ષા કેન્દ્રનું લોકેશન

માત્રા ઠાલા વચન મળે છે

માંગરોલ ગામે નર્મદા નદીના કિનારે હજારો લોકો સ્નાન માટે આવે છે. ત્યારે ભક્તોને ચઢવા ઉતરવામાં  મુશ્કેલી પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નેતાઓ ગામમાં આવે છે, અને વચન આપીને જતા રહે છે. ચૂંટણી પતી ગયા પછી પાછું વળીને જોતા પણ નથી. 

આંદોલનની ચીમકી

નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં વિકાસના નામે અને પ્રવાસનના નામે પ્રચલિત થયો છે. પરંતુ, ગામડાઓનો વિકાસ થતો નથી. આ બાબતે ધારાસભ્યને પણ ગ્રામજનોએ રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો ઘાટ બનાવવાની રજૂઆત કરીને થાકી ગયા છે. જેને લઈને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.   

આ સમાચાર શેર કરો