ભગવા વસ્ત્રો, શરીર પર ભસ્મ: સુરતમાં સાધુના વેશે ફરતાં સલમાનનાથ સહિતના ત્રણ પર શંકા જતાં લોકોએ કર્યુ આવું..
દેશભરમાં દિવાળીના તહેવારો દરમિયાન હિંદુઓ દાન કરતાં હોય છે. દરમિયાન મોટી સંખ્યામાં ભગવા વસ્ત્રો

દેશભરમાં દિવાળીના તહેવારો દરમિયાન હિંદુઓ દાન કરતાં હોય છે. દરમિયાન મોટી સંખ્યામાં ભગવા વસ્ત્રો ધારણ કરીને સન્યાસીઓ ભિક્ષા માંગવા માટે પણ આવતા હોય છે. પણ ઘણી વખત એવા કિસ્સા સામે આવતા હોય છે કે, મુસ્લિમ વ્યક્તિઓ હિંદુ સાધુના વેશે ભીખ માંગી ખાતા હોય છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાનિકોએ ભીક્ષા માગી રહેલા 3 સાધુને પકડી પાડ્યા હતા. સાધુના વેશમાં અન્ય ધર્મના કોઈ વ્યક્તિ છે તેની શંકામાં તેઓએ સાધુઓની ઓળખાણ બાબતે પૂછવા લાગ્યા હતા.
મંત્ર બોલવા કહેવાયુ
સ્થાનિકોએ સાધુઓને મંત્ર અને શ્લોક બોલવા પણ કહ્યું હતું. આ વચ્ચે જ્યારે બંને સાધુની આઈડી કાર્ડની ચકાસણી કરવામાં આવી તો એકનું નામ સલમાનનાથ હતું. જેથી આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરંતુ પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે બંને સાધુઓ હિન્દુ ધર્મના અને મૂળ જૂનાગઢના હોવાનું સામે આવ્યું હતું.
ઓળખકાર્ડ લોકોએ માગ્યા
આ વચ્ચે એક વ્યક્તિએ ત્રણેયના ઓળખકાર્ડ પણ લઈ લીધા હતા. જેમાંથી એકનું નામ સલમાનનાથ હતું. જેથી વારંવાર લોકો તેમની પૂછપરછ કરી રહ્યા હતા. સ્થાનિકોએ પોલીસને પણ બોલાવી લીધી હતી. સલમાનનાથ નામ જોઈ પોલીસ પણ ત્રણેય લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને શંકાસ્પદ વ્યક્તિના આધારે પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય લોકો મૂળ ગુજરાતના છે અને હિન્દુ ધર્મના છે.
ક્રોસ વેરિફેકેશન કરાયું
પોલીસે કહ્યું કે, શંકાસ્પદ વ્યક્તિ તરીકે સ્ટેશનમાં નોંધ કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરાઈ હતી. પૂછપરછ બાદ વેરિફિકેશન માટે અમે તેમના જણાવ્યા મુજબ જૂનાગઢમાં પણ આ લોકોની સાચી ઓળખ શું છે. તે અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવેલા નામ સાચા હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિનું નામ સલમાનનાથ છે. જેના કારણે લોકોને શંકા ગઈ હતી કે, તે બીજા ધર્મનો છે. પરંતુ તે પણ હિન્દુ ધર્મનો હોવાનું જાણવા મળ્યું છે.








