મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: શેલાના બિગ ડેડી કાફે પર PCBના દરોડા, નિકોટિન અને ફ્લેવરના પેકેટ કર્યા જપ્ત

અમદાવાદમાં પોલીસ કમિશનરના આદેશ બાદ 100થી વધુ હુક્કાબારમાં દરોડા પડ્યા હતા. પોલીસ કમિશનરના આદેશ પછી

અમદાવાદ: શેલાના બિગ ડેડી કાફે પર PCBના દરોડા, નિકોટિન અને ફ્લેવરના પેકેટ કર્યા જપ્ત

અમદાવાદમાં પોલીસ કમિશનરના આદેશ બાદ 100થી વધુ હુક્કાબારમાં દરોડા પડ્યા હતા. પોલીસ કમિશનરના આદેશ પછી PCB એક્શન મોડમાં આવ્યું હતું. PCBએ શેલા રોડ પર આવેલા જાણીતા બિગ ડેડી કાફે પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. PCBને માહિતી મળી હતી કે આ કાફેમાં હુક્કાબાર ચાલતું હતું.

PCBએ દરોડા પાડીને હુક્કાના નિકોટીન અને ફ્લેવરના 30 પેકેટ કબ્જે કર્યા હતા. જપ્ત કરેલા હુક્કાના તમામ પેકેટને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે શહેરમાં હર્બલ હુક્કા નામે નિકોટીન યુક્ત હુક્કા પીરસવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. FSL રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.

અમદાવાદ શહેર પોલીસે અગાઉ પણ હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. બોડકદેવ વિસ્તારમાં આવેલા રસ્ટી કો કેફે નામના હુક્કાબારમાં પણ દરોડા પાડ્યા હતા.

આ સમાચાર શેર કરો