Video: પાટણમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ તપાસ, નિયમોનું ઉલ્લંઘન કરતી 3 પેઢીઓને નોટિસ

પાટણ જિલ્લામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાટણ શહેરમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના 3 ઉત્પાદન એકમો તથા 5 રિટેલર પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે સિદ્ધપુરમાં 9 હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સંગ્રહ, સ્વચ્છતા અને લેબલિંગના નિયમોની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનું પાલન ન થતું જણાતા 3 પેઢીઓને સુધારાત્મક પગલાં લેવા નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાહકોના હિતમાં તંત્ર દ્વારા આ વિશેષ તપાસ ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
જાહેરાત













