મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસ સાથે ઘર્ષણ મામલે MLA કિરીટ પટેલ સહિત 200 વિરુદ્ધ ફરિયાદ, 14ને કરાયા ડિટેન

હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પાટણના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ અને NSUIના આગેવાનો દ્વારા ભૂખ હડ

પોલીસ સાથે ઘર્ષણ મામલે MLA કિરીટ પટેલ સહિત 200 વિરુદ્ધ ફરિયાદ, 14ને કરાયા ડિટેન

હેમચંદ્રચાર્ય  ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પાટણના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ અને NSUIના આગેવાનો દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી હતી. જો કે આ સંપુર્ણ કાર્યક્રમનું આયોજન કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે તેમના કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો. તે દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. એવામાં એક કાર્યકરે ધારાસભ્યની કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મીને લાફો ઝીંકી દીધો હતો. જેને કારણે આ મામલાએ મોટું સ્વરુપ ધારણ કર્યું.

યુનિવર્સિટીમાં કેટલાક કાર્યકરો તેમજ ધારાસભ્યના પોલીસ સાથે થયેલ હંગામા બાબતે આજે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ બનાવમાં કેટલાક કાર્યકરને પૂછ પરછ માટે ડિટેન કર્યા હતા. જેમાં તાલુકા પંચાયતના સભ્ય સોહમ પટેલ  તેમજ કોર્પોરેર્ટર ભરત ભાટિયા સહીતના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ફરજ પર ગંભીર બેદરકારીને પગલે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયાં

એક ચર્ચા મુજબ ધારાસભ્ય કિરીટભાઈ પટેલની પણ પૂછપરછ થવાની સંભાવનાઓ છે. ૧૪ના નામ જોગ તેમજ ૨૦૦ લોકોના ટોળા સામે પોલીસ કર્મચારીઓ પર હુમલા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ડીટેન કરાયેલ કાર્યકરોને પોલીસે ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે.

દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં આરોપીઓની યાદી

ધારાસભ્ય કિરીટ પટેલ

ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર

હાર્દિક પટેલ

સોહમ પટેલ

અમિત પ્રજાપતિ

ભરત ભાટીયા

અદનાન મેમણ

દાદુશી ઠાકોર

હિતેશ દેસાઈ  મેહુલ દાન ગઢવી

જય ચૌધરી

પ્રેમ કિરીટભાઈ પટેલ

નિખિલ પટેલ

કોંગ્રેસ અને એનએસયુઆઇના મળી 200 કાર્યકરો.

આ સમાચાર શેર કરો