મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PATAN : બાળક વેચવાના કૌભાંડમાં થરાની સંસ્કાર હોસ્પિટલના કમ્પાઉન્ડર રૂપસિંહની અટકાયત

Patan Child selling Scam : પાટણના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં કોરડા ગામના

PATAN : બાળક વેચવાના કૌભાંડમાં થરાની સંસ્કાર હોસ્પિટલના કમ્પાઉન્ડર રૂપસિંહની અટકાયત

Patan Child selling Scam : પાટણના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં કોરડા ગામના નકલી ડોકટર સુરેશ ઠાકોર, નર્સ શિલ્પા ઠાકોર બાદ ત્રીજા આરોપી થરાની સંસ્કાર હોસ્પિટલના કમ્પાઉન્ડર રૂપસિંહનું નામ ખુલતા તેની અટકાયત કરવામાં આવી છે. 

કોર્ટે રૂપસિંહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાટણ બાળક વેચવાના કૌભાંડમાં  નકલી ડોકટર સુરેશ ઠાકોર, અને  નર્સ શિલ્પા ઠાકોરના રિમાન્ડ દરમિયાન થરાની સંસ્કાર હોસ્પિટલના કમ્પાઉન્ડર રૂપસિંહનું નામ ખુલ્યું હતું. રૂપસિંહે સંસ્કાર હોસ્પિટલમાં જન્મેલા બાળકનો સોદો કરીને નકલી ડોકટર સુરેશ ઠાકોરને આપ્યું હતું. પાટણ SOGએ આ કમ્પાઉન્ડર રૂપસિંહની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બાળક હાલ પાલનપુરના શિશુગૃહમાં 

પાટણ SP ડો.રવિન્દ્ર પટેલે જણાવ્યું કે આ બાળકનો જન્મ પાટણ જિલ્લાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો હતો. એ હોસ્પિટલમાંથી રૂપસિંહ નામના કમ્પાઉન્ડરે બાળકનો સોદો કરીને બાળકને લઈને શિલ્પા ઠાકોર અને નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને આપ્યું હતું. 

નકલી ડોકટર સુરેશ ઠાકોરે નીરવ મોદી નામના વ્યક્તિને 1.20 લાખમાં બાળક વેંચ્યું હતું, પરંતુ બાળક બીમાર પડતા નીરવ મોદીએ સુરેશ ઠાકોરને પરત કર્યું હતું. સુરેશ ઠાકોરે નીરવ મોદીને 1.20 લાખમાંથી 30 હજાર રૂપિયા પરત આપ્યાં હતા.

નીરવ મોદીએ પરત કરેલા બીમાર બાળકનો નિકાલ કરવા માટે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને નર્સ શિલ્પા ઠાકોરે સિદ્ધપુર થઈ પાલનપુર-ડીસા હાઇવે પર મોટા ગામ પાસે બિનવરસી હાલતમાં ત્યજી ફરાર થઇ ગયા હતા. 

સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે હાઇવે પર ત્યજેલાં બાળકનો આવાજ આવતા આસપાસના લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી. ત્યાંથી બાળકને પાલનપુરના  શિશુગૃહમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળક ત્યાં તંદુરસ્ત છે અને સુરક્ષિત છે.

આ સમાચાર શેર કરો