SURENDRANAGAR : ભાજપના કારણે પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો મામલો કોર્ટમાં પહોંચ્યો?, જાણો વિગત
Surendranagar News : ભાજપના કારણે પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો મામલો કોર્ટમાં પહોં

Surendranagar News : ભાજપના કારણે પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે, કારણ કે ભાજપે હવે સહકારી બેંકમાં પણ રાજકારણ ઘુસાડી દીધું છે. પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દેસાઈને મુકવામાં આવ્યા છે, જેના કારણે આ ચૂંટણી નિષ્પક્ષ અને નીડર રીતે યોજાશે કે નહીં તેવા સવાલો ઉભા થયા છે.
પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જેમને મુકવામાં આવ્યા છે તે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દેસાઈને આ ચૂંટણી અંગેનું કોઈપણ પ્રકારનું ટેકનીકલ જ્ઞાન નથી. આ ચૂંટણીમાં બેંકના કેટલા સભાસદો મતદાન કરશે, જેટલા ડિફોલ્ટરો છે એ મતદાન કરી શકશે કે નહીં અને કેટલી વાંધા અરજી મળી છે અને કેટલા મૃતક સભાસદો છે આ પ્રકારની કોઈ વિગતની તેમને ખબર જ ખબર નથી.
આ ઉપરાંત ડિફોલ્ડરો અને NPA થયા હોય તેની યાદી તેમની પાસે નથી. જે કાયદેસર ટ્રસ્ટ નોંધાયેલા છે અને મતદાન અધિકાર આપવામાં આવ્યો છે તેની પણ કોઈ વિગત ચૂંટણી અધિકારી પાસે નથી. મોટી વાત એ છે કે સહકારી મંડળીમાં આ ચૂંટણીમાં એક કરતાં વધુ મત આપી શકાય, અમુક સભ્યો 11 જેટલા મતો આપતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વિક્રમ રબારી નામના સભ્ય દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે અને ચૂંટણી નીડર નિરપેક્ષ રીતે થાય અને જે મૃતકો છે તેમનો મતાધિકાર રદ્દ કરવામાં આવે અને અનુસૂચિત સમાજની જે ડિરેક્ટર પદની બેઠક છે તે પણ ચૂંટણીમાં લેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે પાટડી નાગરિક સહકારી બેંકમાં 13 ડિરેક્ટરોના પદ માટે ચૂંટણી યોજવાની છે, જે પૈકી એક અનુસૂચિત જાતિની ડિરેક્ટર પદ માટેની બેઠક છે. પરંતુ આ બેઠક પર ચૂંટણી ન થાય તેવી વ્યૂહરચના કરવામાં આવી છે.
18 ઓગસ્ટના રોજ યોજાવાની છે એ પાટડી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જ્યારથી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ભાજપ નેતાની નિમણૂંક કરવામાં આવી છે, ત્યારથી આ ચૂંટણી શંકાના ઘેરામાં આવી ગઈ છે અને હવે બેન્કના આ સભ્યએ રજૂઆત કરતા આ ચૂંટણીનો મામલો કોર્ટમાં પહોચ્યો છે. કોર્ટે મુખ્ય ચૂંટણી અધિકારીને વિગતો-દસ્તાવેજો સાથે 5 ઓગષ્ટે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.








