મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતથી વતન જવા પરપ્રાંતિયો રવાના, રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી, દુર્ઘટના રોકવા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

દિવાળીનો તહેવાર આવતાની સાથે જ સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિઓ વતન જવા માટે રવાના થયા છે. ત્યારે આ

સુરતથી વતન જવા પરપ્રાંતિયો રવાના, રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી, દુર્ઘટના રોકવા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

દિવાળીનો તહેવાર આવતાની સાથે જ સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિઓ વતન જવા માટે રવાના થયા છે. ત્યારે આ વખતે ઉત્તર ભારત જવા માટે મોટાભાગની ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડવાની છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ યાત્રિકોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન પકડવા માટે વહેલા પાંચ વાગ્યાથી આવીને લાઈનો લગાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. 

બંદોબસ્ત ચુસ્ત કરાયો

ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. યુપી-બિહાર સહિતના મુસાફરોને ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોવા મળી રહ્યાં છે. વતન જવા માટે મુસાફરોની મોટી લાઈનો જોવા મળી રહી છે.મોટી સંખ્યામાં ઉમટતાં લોકોથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

ટ્રેન વધારવા માગ

અતુલ શર્માએ કહ્યું કે, 5 વાગ્યાથી ઉભો છું. ભારે ભીડ રહે છે. હોલિ ડે સ્પેશિયલ ગાડીમાં પણ ટ્રાફિક છે. છપરા ગાડીમાં આઝમગઢ જવાનું છે. લાઈનો બહુ લાગે છે. જેથી યાત્રિઓની તકલીફોને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ ગાડીઓ ચલાવવી જોઈએ. અમારે દિવાળીના તહેવારમાં ઘરે જવું છે ત્યારે અમને પૂરતી વ્યવસ્થા તંત્ર કરી આપે તેવી માગ છે.

આ સમાચાર શેર કરો