ભાજપના નવા સંગઠનમાં આ લોકોને જ મળશે સ્થાન, પાર્ટીએ જાહેર કર્યા માપદંડ
ગાંધીનગરના ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલની અધ

ગાંધીનગરના ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટેની ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાનું માહિતી મળી છે.
ભાજપનું 2024નું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સંગઠન પર્વમાં શરૂઆતમાં પ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયું જેમાં 1 કરોડ 19 સદસ્યો જોડાયા હતા. ત્યારબાદ ભાજપના બીજા તબક્કામાં સક્રિય સદસ્યતા અભિયાન યોજાયું હતું. જે 30 નવેમ્બર સુધીમાં યોજવાનું છે. જ્યારે હવે ત્રીજા તબક્કામાં એટલે કે સંગઠન પર્વ શરૂ થયું છે. ભાજપ હવે બુથ સમિતિની પ્રક્રિયા હાથ ધરશે.
ગુજરાત ભાજપના નવા સંગઠન માળખાને લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. થોડા દિવસોમાં જ મંડલ પ્રમુખોના નામોની જાહેરાત થશે. નવા સંગઠનની પ્રક્રિયા અંતર્ગત મંડલ બાદ બુથ પ્રમુખોની જાહેરાત થશે.
તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા કરાઈ નક્કી
ભાજપના કમલમ ખાતે નવા સંગઠનને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલી દિલ્હીના ભાજપના નેતા પણ જોડાયા હતા. બેઠકમાં તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ બનવા માટે 60 વર્ષની ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી. આ ઉપરાંત, 30 નવેમ્બર સુધી કમિટી બનાવવા અને આગામી દિવસોમાં મંડળની રચના કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.








