Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Panchmahal News: More than 25 child marriages stopped in 38 days, action taken by Child Protection Department

Panchmahal News: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્નો અટકાવાયા, બાળ સુરક્ષા વિભાગની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
Panchmahal News: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્નો અટકાવાયા, બાળ સુરક્ષા વિભાગની કાર્યવાહી
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લામાં બાળ લગ્નના કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બાળ સુરક્ષા વિભાગે ગોધરા અને શહેરામાં બે બાળ લગ્ન અટકાવ્યા છે. આમ બાળ સુરક્ષા વિભાગ દ્વારા માત્ર 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.

App Store

સમાજ માટે લાલબત્તી સમાન 

પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી લગ્નની સિઝન વચ્ચે બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા ગોધરા અને શહેરા તાલુકામાં પહોંચી બાળ લગ્નો અટકાવામાં આવ્યા છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં તંત્રએ જે કામગીરી કરી છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે. 

રાત્રિના સમયે બાળ લગ્ન વિરુધ કાર્યવાહી કરાઈ

સત્તાવાર વિગતો મુજબ, પંચમહાલ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ગોધરામાં 9 મે, 2026ના રોજ અને શહેરા તાલુકામાં 6મેના રોજ રાત્રિના સમયે બાળ લગ્ન વિરુધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમને 112 અને 1098 મળેલા કોલ તેમજ ગુપ્ત બાતમીના આધારે સ્થળ પર જઈને સગીરના વાલી તેમજ ગામના આગેવાનોને કાયદાકીય સમજ આપી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા અને વાલીઓ પાસેથી બાંયધરી પણ લેવામાં આવી હતી. 

38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા

પંચમહાલ જિલ્લામાં 1 એપ્રિલથી લઈને 8 મે, 2026 સુધી માત્ર 38 દિવસના ટૂંકા ગાળામાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગે 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈપણ વ્યક્તિ બાળ લગ્નમાં સહભાગી થશે અથવા લગ્ન કરાવશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે, વર્ષ 2025-26 દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા વિભાગે કુલ 21 બાળ લગ્નનો અટકાવ્યા.