VIDEO: SRB ઈંટ ભટ્ટા પર કામ કરતા શ્રમિકોમાં રોષ, વેતન ન મળતા અપનાવ્યો આંદોલનનો માર્ગ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દોલતપ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દોલતપુરા ગામે આવેલ SRB ઈંટ ભટ્ટા પર કામ કરતા શ્રમિકોએ વેતન ન મળતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા છ મહિનાથી મહેનતાણું ન મળતા આર્થિક કટોકટીમાં મુકાયેલા શ્રમિકોએ આજે ગોધરા સ્થિત જિલ્લા શ્રમ આયુક્ત કચેરી ખાતે પોતાની રજૂઆત કરી હતી. શ્રમિકોનો આક્ષેપ છે કે ભટ્ટાના માલિકો મહેન્દ્રભાઈ અને હસમતભાઈ દ્વારા અડધા વર્ષથી પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. મોટી સંખ્યામાં મહિલા શ્રમિકોએ પણ કચેરીએ પહોંચી પોતાની વ્યથા ઠાલવી હતી. જિલ્લા મદદનીશ શ્રમ અધિકારીએ શ્રમિકોની વાત સાંભળીને ખાતરી આપી છે કે, ભટ્ટા માલિકો સામે કાયદેસરની તપાસ હાથ ધરી ટૂંક સમયમાં બાકી રહેલું મહેનતાણું અપાવવામાં આવશે. આ આશ્વાસન બાદ શ્રમિકોમાં ન્યાયની આશા જાગી છે.



