'તું ક્યાં ગાયબ થઈ જઈશ ખબર નહી પડે', પંચમહાલ જિલ્લાના મહિલા પંચાયત પ્રમુખના પતિએ ગામના યુવાનને આપી ધમકી
ગુજરાતના પંચમહાલ જિલ્લાના મહિલા પંચાયત પ્રમુખના પતિનો દાદાગીરીનો ઓડિયો વ

ગુજરાતના પંચમહાલ જિલ્લાના મહિલા પંચાયત પ્રમુખના પતિનો દાદાગીરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં ગામના શખ્સે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મુકતા મામલો ગરમાયો હતો.
ધમકી આપી કે તું ક્યાં ગાયબ થઈ જઈશ તો પણ ખબર નહીં પડે
મહિલા પંચાયત પ્રમુખે પોસ્ટ મામલે ગામના જ શખ્સને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. ધમકી આપી હતી કે તું ક્યાં ગાયબ થઈ જઈશ તો પણ ખબર નહીં પડે.
સુભાષ ડાયરાએ ગામના શખ્સને ગાળો ભાંડી
પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરાના પતિ સુભાષ ડાયરાનો વિવાદિત ઓડિયો વાયરલ થતાં પક્ષમાં અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગામનાં જ વ્યક્તિને બીભત્સ શબ્દો બોલી ટેલીફોનીક ધમકીઓ આપવામાં આવી હતી. આ વાયરલ ઓડિયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી. હાલ આ મામલો ટોકઓફ ધ ટાઉન બન્યો છે.






