મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય આંદોલનના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા? સાઇબર સેલમાં અપાઈ અરજી

Kshatriya Andolan Samiti Controversy: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા રાજકોટ બેઠકથી ભ

પદ્મિનીબા વાળાએ  ક્ષત્રિય આંદોલનના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા?  સાઇબર સેલમાં અપાઈ અરજી

Kshatriya Andolan Samiti Controversy: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ભારે વિવાદ સર્જ્યો હતો. આ મામલે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ આ આંદોલન સાથે જોડાયેલા પદ્મિનીબા વાળા સામે પૈસા ઉઘરાવ્યા હવોનો આરોપ લાગતા નવો વિવાદ સર્જ્યો છે.

પદ્મિનીબા વાળા વિરુદ્ધનો વાયરલ મેસેજ : 

🚫 પદમીનીબા વાળા 🚫
          ક્ષત્રિય સમાજ ના તમામ ને જણાવવા નુ કે પદમીનીબા વાળા એ સમાજ ના બહેન દીકરી ઓનું ગૃપ બનાવી ને પોતાના વાક ચાતુર્ય થી સમાજ ની દીકરી ઓને કહ્યું કે હુ સમાજનું આંદોલન મારા પોતાના ખઁચે કરુ છુ સમાજના લોકો થોડી સહાય કરે એવી ટહેલ પણ નાંખી હતી અને એક વ્યક્તિ દીઠ ૧૨૦૦ રુપિયા ની ઉઘરાણી પદમીનીબા એ ૮૦૦ બહેનો પાસે થી ૯.૬૦.૦૦૦ ( નવ લાખ ને સાંઇઠ હજાર ) જેવી જંગી રકમ ની ઉઘરાણી કરી લીધી એવું બહાર આવેલ છે 
    આપણી સમાજ ના બહેનો ને અપીલ છે કે પદમીનીબા જેવા થી દુર રહેવા નિવેદન છે સમાજે પણ તેને બહિષ્કાર 🚫કરેલ છે. 

(નોંધ : આ વાયરલ મેસેજ છે, GSTV આ મેસેજની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.)

મને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે - પદ્મિનીબા

મળતી માહિતી અનુસાર, પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનારા પદ્મિનીબા વાળા સામે ક્ષત્રિય આંદોલન માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે. આ મેસેજ વાયરલ થતાં પદ્મિનીબાએ સાઈબર સેલમાં અરજી આપી છે. તેમણે જણાવ્યું, “સમાજમાં મને ખોટી રીતે બદનામ કરવા માટે આ પ્રકારના મેસેજ વાઇરલ કરવામાં આવી રહ્યા છે”  આ ઉપરાંત તેમણે આવો મેસેજ વાયરલ કરનારાઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી. પદ્મિનીબાની અરજીને આધારે સાઈબર સેલે તપાસ શરૂ કરી દીધી છે.

રૂપાલા સામે ક્ષત્રિયોની નારાજગી યથાવત્

ગુજરાત સહિત 11 રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (સાતમી મે) થયું હતું. પરંતુ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાને લઈને હજુ પણ નારાજગી યથાવત્ છે. ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે સાત તારીખ સુધી અમારી એક જ માગ હતી અને અમે 25 દિવસ સુધી રાહ જોઈ હતી કે ભાજપ પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપો, સંકલન સમિતિ ફરીથી મળશે અને અમારી જે વાત હતી કે પરશોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઇપણ સામાન્ય હોદ્દેદાર હશે ત્યા સુધી અમે પરશોત્તમ રૂપાલા સામે વિરોધ કરીશું, કારણકે તેમણે અમારી અસ્મિતા પર ઘા કર્યો છે.

આ સમાચાર શેર કરો