મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતનો દરિયો બન્યો નશાનું કેન્દ્ર, સુરત પછી હવે કચ્છમાંથી ચરસના પેકેટ મળ્યા

ગુજરાતમાં યુવા ધનને બરબાદ કરનાર નશાનો વેપાર વધી રહ્યો છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા

ગુજરાતનો દરિયો બન્યો નશાનું કેન્દ્ર, સુરત પછી હવે કચ્છમાંથી ચરસના પેકેટ મળ્યા

ગુજરાતમાં યુવા ધનને બરબાદ કરનાર નશાનો વેપાર વધી રહ્યો છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો લાભ ઉઠાવીને દરિયા કિનારેથી નશાનો કારોબાર થઇ રહ્યો છે. સુરતના દરિયા કિનારા પછી હવે કચ્છના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. બિન વારસી હાલતમાં BSFને ચરસના બે પેકેટ મળી આવ્યા હતા. કચ્છના કુંડી બેટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન BSF અને નેવીના અધિકારીઓને ચરસ મળી આવ્યું હતું. કચ્છના દરિયા કિનારે ફરીથી ડ્રગ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે અને વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પહેલા 16 ઓગસ્ટે સુરતના સુવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ ઝડપાયું હતું.સુરતમાં 12 ઓગસ્ટે પણ હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો. 

15 ઓગસ્ટે નવસારીના દરિયા કિનારેથી ચરસના 50 પેકેટ મળ્યા હતા. નવસારીમાં આવેલ જલાલપોરના ઓંજલ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 50 પેકેટ મળી આવ્યા હતા. જેનું અંદાજિત વજન 60 કિલો જેટલું હતું. જેની બજાર કિંમત 30 કરોડ જેટલી આંકવામાં આવી છે. 

વલસાડમાંથી પણ મળ્યુ હતું ચરસ

વલસાડના દરિયા વિસ્તારમાંથી 13 ઓગસ્ટે ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા.  12 ઓગષ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 11.800 કિ.ગ્રા. ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. આ અગાઉ સુરત 12 ઓગસ્ટે હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો. હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી SOG પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પહેલા એક ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લાના ધામળેજના દરિયા કિનારેથી એસઓજીને ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન 4 કરોડ કિંમતના ચરસના 9 પેકેટ મળી આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો