મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત કોંગ્રેસમાં ભડકો: પાટણના MLA કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપવાની તૈયારીમાં; 3 વાગ્યાનું અલ્ટીમેટમ

ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પાટણના

ગુજરાત કોંગ્રેસમાં ભડકો: પાટણના MLA કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપવાની તૈયારીમાં; 3 વાગ્યાનું અલ્ટીમેટમ

ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દંડક કિરીટ પટેલે પક્ષના મોવડી મંડળ સામે આક્રમક વલણ અપનાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કિરીટ પટેલે અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ આજે જ દંડક પદેથી રાજીનામું આપી દેશે.

શું છે નારાજગીનું મુખ્ય કારણ?

મળતી માહિતી મુજબ, ગતરોજ પાટણ કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી તાળાબંધીના વિવાદ બાદ કિરીટ પટેલ અત્યંત નારાજ છે. તેમણે પક્ષમાં પોતાને અન્યાય થઈ રહ્યો હોવાનો અને સંગઠન પર કેટલાક ચોક્કસ લોકોનો જ કબજો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કિરીટ પટેલનું માનવું છે કે પક્ષમાં પાયાના કાર્યકરો અને નેતાઓની અવગણના થઈ રહી છે.

3 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ

કિરીટ પટેલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના મોવડી મંડળ સમક્ષ પોતાની કેટલીક શરતો અને માંગણીઓ મૂકી છે. તેમણે કોંગ્રેસના નેતાઓને બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો આ સમય મર્યાદામાં તેમની માંગણીઓનો સ્વીકાર નહીં થાય, તો તેઓ દંડક પદેથી ત્યાગપત્ર સોંપી દેશે.

ગાંધીનગર જવા રવાના, 'નવા-જૂની' ના એંધાણ

ધારાસભ્ય કિરીટ પટેલ પાટણથી ગાંધીનગર જવા નીકળી ગયા છે. તેઓ પ્રદેશ નેતાગીરીને મળીને પોતાનો પક્ષ રજૂ કરશે અને જો વાત નહીં બને તો રાજીનામું આપી શકે છે. પાટણના રાજકારણમાં આ ઘટનાને મોટા 'ભૂકંપ' સમાન જોવામાં આવી રહી છે. જો કિરીટ પટેલ રાજીનામું આપે છે, તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે આ મોટો ફટકો સાબિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો