ગુજરાતમાં 1600 શાળાઓમાં એક જ શિક્ષક, વિદ્યાર્થીઓ વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર
એક તરફ બાળકો ભણતરથી વંચિત રહી ન જાય તે હેતુસર, ગુજરાતમાં શાળા પ્રવેશોત્ત્સવનો પ્રારંભ કરાયો છે. બીજી તરફ શાળાઓની

એક તરફ બાળકો ભણતરથી વંચિત રહી ન જાય તે હેતુસર, ગુજરાતમાં શાળા પ્રવેશોત્ત્સવનો પ્રારંભ કરાયો છે. બીજી તરફ શાળાઓની એવી દશા છે કે એક શિક્ષક એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. 'ભણશે ગુજરાત'ના નારા લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ ઉઠ્યો છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ...
ગુજરાતમાં 1600 શાળાઓમાં એક જ શિક્ષક, વિદ્યાર્થીઓ વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર
ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે કડવી હકીકત એ છે કે, શાળાઓમાં શિક્ષણની સ્થિતી વધુ બદતર બની છે. શાળા પ્રવેશોત્ત્સવ ઉજવી સરકારી તાયફા કરવામાં આવી રહ્યા છે. મંત્રીઓથી માંડીને IPS-IAS અધિકારીઓ પ્રવેશોત્ત્સવમાં ભાગ લઇ રહ્યાં છે પણ આ જ શાળાઓની એવી દશા છે કે, પુરતા શિક્ષકો નથી. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે, માત્ર નર્મદા જીલ્લામાં જ 100થી વધુ શાળાઓ એવી છે જ્યાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને એક માત્ર શિક્ષક અભ્યાસ કરાવે છે. ગુજરાતમાં કૂલ મળીને 1600 શાળાઓ એકમાત્ર શિક્ષકથી ચાલે છે. વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે શિક્ષકને સરકારી કામો પણ કરવા પડે છે.
ગુજરાતમાં 1456 શાળાઓમાં પુરતા વર્ગખંડો નથી
ગુજરાતમાં 1456 શાળાઓમં પુરતા વર્ગખંડો નથી. વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યાં છે. ક્યાંક ગ્રામ પંચાયત અને ભાડાના મકાનમાં બાળકો ભણી રહ્યાં છે. શાળાઓની આવી કરૂમ દશા છે તેમ છતાંય સરકારને શાળાઓમાં પુરતી સુવિધા કરવાનું સુઝતુ નથી. શિક્ષકોની ભરતી કરવાની પડી નથી. શાળાઓમાં પુરતા શિક્ષકો નથી તેમ છતાંય વિદ્યાર્થીઓના નામે પ્રવેશોત્સ્વ ઉજવી સરકાર માત્રને માત્ર પ્રચારમાં મશગૂલ બની છે.








