રાજકોટ: ક્ષત્રિય સમાજના વિરોધને ઠારવા સંમેલનના બંદોબસ્તમાં ક્ષત્રિય પોલીસ અધિકારીઓ જ મુકાયા, બળપ્રયોગ ના કરવા આદેશ
રાજકોટમાં ક્ષત્રિય સમાજના

રાજકોટમાં ક્ષત્રિય સમાજના સંમેલન માટે સરકારે ક્ષત્રિય અધિકારીઓને મુકવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ સાથે પોલીસે ઘર્ષણ કર્યુ હોવાનો આરોપ લાગ્યા હતો.જે મામલે તંત્રએ કોઈપણ પ્રકારના ઘર્ષણથી બચવા માટે ક્ષત્રિય પોલીસ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે.
ક્ષત્રિય પોલીસ અધિકારીઓ રહેશે બંદોબસ્તમાં
- અમદાવાદના એસીપી પીજી જાડેજા
- સુરત શહેરના એસીપી વીએમ જાડેજા
- સુરેન્દ્રનગરના ડીવાયએસપીના વીબી જાડેજા
- આઇબીના રાજકોટના પીઆઇ એસપી જાડેજા
- દેવભુમિ દ્વારકાના એલસીબી પીઆઇ કેકે ગોહિલ
- સીઆઇડી ક્રાઇમ રાજકોટના કે કે જાડેજા
- સીવિલ ડિફેન્સના પીઆઇ વાયબી જાડેજાની કરાઇ ફાળવણી
રાજકોટમાં ક્ષત્રિય સંમેનલમાં સુરક્ષા માટે જે સાત પોલીસ અધિકારીઓ છે. તમામ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. આ સંમેલનમાં કોઈપણ પ્રકારના જાતિગત વિવાદ સામે ન આવે તે માટે સરકારે નિર્ણય લીધો છે.
પોલીસ કર્મચારીઓને ઘર્ષણ ન કરવા માટે પણ સૂચના અપાઈ છે. સાથે જ કોઈપણ પ્રકારનો બળપ્રયોગ ન કરવા આદેશ કરાયો છે. આ સિવાય ઉશ્કેરણીજનક સ્થિતિમાં લાઠી ચાર્જ કે અન્ય કોઈ નિર્ણય લેતા પહેલા ઉચ્ચ અધિકારીની પરમિશન લેવા પણ આદેશ કરાયો છે.
ખાસ કરીને ક્ષત્રિય મહિલા આગેવાનો પાસે મહિલા સુરક્ષાકર્મી જ તૈનાત રાખવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે પણ પોલીસને સૂચના અપાઈ હોવાનું મનાય છે.






