મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેર વહીવટનો ખુલાસો, વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યું

રાજકોટ અગ્નિકાંડ મામલે મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેર વહીવટનો ખુલાસો થઇ રહ્યો છે. રાજક

રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેર વહીવટનો ખુલાસો, વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યું

રાજકોટ અગ્નિકાંડ મામલે મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેર વહીવટનો ખુલાસો થઇ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાંથી વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યું છે. સીટી ઇજનેર વાય.કે.ગોસ્વામી દ્વારા રિટાયરમેન્ટની અરજી કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને ગેર વહીવટમાં આ રાજીનામા પડી રહ્યાં છે.

અત્યાર સુધી સાત લોકોએ આપ્યા રાજીનામા

રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ખુલાસા થયા બાદ અધિકારીઓએ જેલની હવા ના ખાવી પડે તે માટે સ્વેચ્છિક રાજીનામુ આપી રહ્યાં છે. અત્યાર સુધી સાત અધિકારી રાજીનામું આપી ચુક્યા છે. સીટી ઇજનેર અલ્પના મિત્રા, AMC વાસંતીબેન પટેલ, જસ્મીન રાઠોડ, આરોગ્ય અધિકારી ચુનારા, ડેપ્યુટી ઇજનેર રામાવત, ડેપ્યુટી ઇજનેર આર.જી.પટેલ સહિતનાઓ રાજીનામા આપી ચુક્યા છે.

રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના થયા હતા મોત

સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી  રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો. ત્યારે અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધના ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ ધનાભાઈ સાગઠીયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વીનટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરતા રૂપિયા 3 કરોડ રોકડ  અને સોનાચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા હતા. 28 કરોડનો ભ્રષ્ટાચાર સત્તાવાર ખુલ્લો પડયો છે. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોનો પણ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો