મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: કારેલીબાગમાં અકસ્માત સર્જનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાના કારેલીબાગમાં અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ચાલાક રક

વડોદરા: કારેલીબાગમાં અકસ્માત સર્જનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાના કારેલીબાગમાં અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ચાલાક રક્ષિત ટાઇમપાસ કરતો જોવા મળ્યો હતો. પબ્લિકે માર મારતા દુખાવાની ફરિયાદ કરતા તેને એસ.એસ.જી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં લાવવામાં આવ્યો હતો. એક દિવસના રિમાન્ડનો સમય પસાર કરવા આરોપી તુક્કા અપનાવતો જોવા મળ્યો હતો.

વડોદરા અકસ્માત કેસમાં મોટો ઘટસ્ફોટ

 વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું  ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે.  મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેનો રિપોર્ટ પણ જલદી મેળવવામાં આવશે.

અકસ્માતનો વીડિયો પણ થયો હતો વાયરલ

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ નબીરા સાથે જતો મિત્ર તાત્કાલિક કારમાંથી ઉતરતો નાસી જતો દેખાય છે અને તે કહી રહ્યો છે કે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઇ જાય છે. જોકે જેણે અકસ્માત સર્જ્યો હતો તે નબીરો લોકોથી ડર્યા વિના કારમાંથી નીચે ઉતરે છે અને પછી ૐ નમ:શિવાયનો સૂત્રોચ્ચાર કરવા લાગે છે. તે કારમાંથી ઉતરતાં જ 'નિકિતા મેરી... અંકલ.... ઓમ નમઃ શિવાય....' જેવી બૂમો પાડવા લાગ્યો હતો. 

આ સમાચાર શેર કરો