મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, ઇસનપુરમાંથી એક યુવકની ધરપકડ

અમદાવાદમાંથી ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. SOGએ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઇસનપુર વિસ્તારમાંથી પ્રેમ

અમદાવાદમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, ઇસનપુરમાંથી એક યુવકની ધરપકડ

અમદાવાદમાંથી ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. SOGએ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઇસનપુર વિસ્તારમાંથી પ્રેમનારાયણ મીણા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પ્રાથમિક તપાસમાં રાજસ્થાનથી લાવ્યો હોવાનું જાણવા મળે છે.

20 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ

આસીસ્ટન્ટ પોલીસ સબ ઇંસ્પેક્ટર જે.બી.દેસાઇને બાતમી મળી હતી કે એક ઇસમ પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ મીણા ગેરકાયદેસરનો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો રાજસ્થાન પ્રતાપગઢ ખાતેથી લઇ આવી અમદાવાદ શહેર ખાતે વેચાણ કરવા સારૂ વહેલી સવારે ઇસનપુર બ્રિજ નીચે આવનાર છે.આ બાતમીના આધારે ઇસનપુર બ્રિજ નીચે પ્રેમનારાયણ આવતા તેની પૂછપરછ કરતા તેની પાસેથી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો 200. 700 ગ્રામ ડ્ર્ગસ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 20 લાખ 7 હજાર જેટલી થવા જાય છે.

આરોપી પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ મીણા મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાયર તરીકે અવાર નવાર અમદાવાદ ખાતે ડ્રગ્સની સપ્લાય કરવા આવે છે અને કોઇ પોલીસ તેને રોકે અથવા પકડે તો પોલીસની આંખમા મર્ચી પાઉડર નાખીને ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.

આ પણ વાંચો: ગાંધીનગર: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મોટો ફેરફાર; આ કર્મચારીઓની થઈ બદલી અને બઢતી

MD ડ્રગ્સનો જથ્થો વેચતા શખ્સ સામે NDPS એક્ટની કલમ 8 (સી), 21 (સી),29 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો