મોદી સાહેબની બુલેટ-ટ્રેનમાં!...
આપણા મોદી સાહેબ જાપાનમાં હતા ત્યારે બુલેટ ટ્રેનનો ડ્રાઈવરોને મળ્યા! જાપાની ડ્રાઈવરો નહીં, ભારતીય રેલ્વેના ડ્રાયવરો! જેને જા

આપણા મોદી સાહેબ જાપાનમાં હતા ત્યારે બુલેટ ટ્રેનનો ડ્રાઈવરોને મળ્યા! જાપાની ડ્રાઈવરો નહીં, ભારતીય રેલ્વેના ડ્રાયવરો! જેને જાપાનમાં ટ્રેનીંગ માટે મોકલ્યા છે! એમની વચ્ચે શું વાતચીત થી હશે? કલ્પના કરવા જેવી છે...
ઓહોહો... મિત્રોઓં કૈસે હો? બહુ મજામાં મોદી સાહેબ! પણ આપ અહીં શા માટે પધાર્યા? અહીંના રોડ તો ઓલરેડી સારા છે? હાહાહા... મજાક સારી છે!. ક્યાંથી લાવ્યા આ જોક? અમદાવાદના નિકોલથી?
તમે પણ બહુ સમજદાર છો. હોં સાહેબ? હવે બોલો અહીં આ બુલેટ ટ્રેન ચલાવવાનું કેવું લાગે છે? એટલે? હજુ તો ગુજરાતમાં ટ્રેનનો એક પણ પાટો ય નથી નંખાયો ત્યાં અમને ટ્રેન ચલાવતાં શીખવા મોકલી આપ્યા? અરે ભઈ જાગ્યા ત્યાંથી સવાર! કાલ કરે સો આજ કર! એમ? તો પછી અમારામાંથી બે ત્રણ જણ માટે ચંદ્રયાન ચલાવવાનો કોર્સ પણ અપાવી દેવો હતો ને? હોહો.. ગુડ જોક! પણ હું એમ પૂછતો હતો કે અહીં કોઈ તકલીફ તો નથી ને?
ના ના... અડધો કોર્સ તો પતવા આવ્યો છે! બસ હવે તમે અમારા માટે ગન લાયસન્સની વ્યવસ્થા ગોઠવી આપજો!
જુઓને હમણાં તો ટ્રેન ચલાવતાં શીખવાડે છે, પછી બુલેટ ચલાવતાં પણ શીખવાડશે જને? મોંઘવારી સામે રમખાણો ફાટી નીકળે ત્યારે એ જ કામમાં આવશેને?
લો, ફરી જોક મારી? હાહાહા... બાકી મારે લાયક કોઈ કામકાજ હોય તો બોલો.
સર, અમારું રિટાયરમેન્ટ પેકેડ વધારી આપોને?
રિટાયરમેન્ટ? અરે ભઈ, હજુ તો તમારી ટ્રેનીંગ શરૂ થી છે.! હા, પણ ગુજરાતમાં ખરેખર બુલેટ ટ્રેન ચાલુ થશે ત્યાં સુધીમાં તો અમારું રિટાયરમેન્ટ આવી જ જશે ને?
ના ના, હું ખેડૂતોને વચન આપું છું એ જ રીતે તમને પણ વચન આપું છું કે બુલેટ ટ્રેન ઝડપથી ચાલું થઈ જશે. તો એક શરત છે, બોલોને. બુલેટ ટ્રેન માટે જે પુલો બને તેના કોન્ટ્રાક્ટ ગુજરાતની કોઈ કંપનીને ના આપતા! એમાંય, જો હાટકેશ્વરનો બ્રિજ બનાવનારને આપવાના હોય તો પ્લીઝ, અત્યારથી જ અમને મર્યા પછીનું વળતર આપી દો!








