જાપાનમાં PM મોદીએ શિગેરૂ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી, ચીન રવાના થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. PM મોદીએ જાપાનમાં બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને ત્યાંના 16 પ્રાન્તોના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ભારતીય ટ્રેન ડ્રાઇવરો સાથે પણ વાતચીત કરી હતી. જાપાનમાં પોતાના કાર્યક્રમ બાદ PM મોદી ચીનના તિયાનજિન શહેર માટે રવાના થયા હતા જ્યાં તે SCO શિખર સમ્મેલનમાં ભાગ લેશે.
જાપાનમાં PM મોદી બુલેટ ટ્રેનમાં બેઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનમાં બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાન મોદીએ તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. જાપાનના વડાપ્રધાને પીએમ મોદી સાથે તસવીર શેર કરતા લખ્યુ કે વડાપ્રધાન મોદી સાથે સેંડઇ તરફ જઇ રહ્યો છું. હું તમારી સાથે કારમાં રહીશ.
PM મોદીના જાપાન પ્રવાસનો અંતિમ દિવસ
જાપાનના બે દિવસના પ્રવાસ દરમિયાન PM મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઇશિબા સાથે શિખર વાર્તા કરી હતી. આ દરમિયાન બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધો વધારવા પર ભાર મુક્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે પીએમ મોદીના આ જાપાન પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચે સંબંધોને મજબૂત કરવાનો છે.
ચીન માટે રવાના થશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. પોતાના પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી ટોક્યો ઇલેક્ટ્રોન ફેક્ટરીની મુલાકાત લેશે. પીએમ મોદીના સમ્માનમાં જાપાનના વડાપ્રધાને લંચનું આયોજન કર્યું છે. તે બાદ બપોરે 12.20 વાગ્યે પીએમ મોદી ચીનના તિયાનજિન માટે રવાના થશે. ચીનમાં પીએમ મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે SCO શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

