મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: કારગીલ વિજય દિવસે વહી સેવાની સરવાણી, કાપોદ્રા પોલીસ મથકમાં બ્લડ ડોનેશન-મોતિયો કેમ્પ યોજાયો

દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી થાય છે. ત્યારે સુરતમાં આજનો દિવસ રંગેચંગે ઉજવાતો હોય

Surat News: કારગીલ વિજય દિવસે વહી સેવાની સરવાણી, કાપોદ્રા પોલીસ મથકમાં બ્લડ ડોનેશન-મોતિયો કેમ્પ યોજાયો

દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી થાય છે. ત્યારે સુરતમાં આજનો દિવસ રંગેચંગે ઉજવાતો હોય છે. ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન અને મોતિયોનો કેમ્પ યોજાયો હતો. મણિકર્ણિકા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમ યોજાોય હતો. જેમાં મોટી સંખ્યામાં રક્તદાન થયું હતું. સાથે જ મેડિકલ ચેકઅપમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભાર્થી થકી લાભ લીધો હતો.

152 યુનિટ બ્લડ એકઠું કરાયું

મણિકર્ણિકા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જુદી જુદી હોસ્પિટલમાં ગર્ભવતી સ્ત્રીઓ જેઓને બાળકોની પ્રસૂતિ દરમિયાન બ્લડિંગ થતાં લોહની જરૂરિયાત પડતી હોય છે. તેના માટે રક્તદાન શિબિર બ્લડર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 152 રક્ત યુનિટ એકઠા થયાં હતાં.

35 લોકોના મોતિયાના નિદાન

સમગ્ર કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. સાથે જ સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતાં. કાપોદ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કેમ્પમાં 35 જેટલા લોકોના નિઃશૂલ્ક મોતિયાના નિદાન કરવામાં આવ્યાં હતાં.

આ સમાચાર શેર કરો