મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બોપલમાં બિગ ડેડી કેફેના સંચાલક સામે ગુનો નોંધાયો, ગત મહિને પીસીબીએ દરોડા પાડ્યા હતા

શહેરના બોપલ વીઆઇપી રોડ પર આવેલા બિગ ડેડી કેફેના સંચાલક સામે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. FSL રિપોર્ટમાં

અમદાવાદ: બોપલમાં બિગ ડેડી કેફેના સંચાલક સામે ગુનો નોંધાયો, ગત મહિને પીસીબીએ દરોડા પાડ્યા હતા

શહેરના બોપલ વીઆઇપી રોડ પર આવેલા બિગ ડેડી કેફેના સંચાલક સામે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. FSL રિપોર્ટમાં નિકોટીનની હાજરી મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો છે. 

ગત 4 એપ્રિલ 2024ના રોજ બિગ ડેડી કેફેમાં ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર પર પીસીબીએ દરોડા પાડ્યા હતા. જેમાં નિકોટીન યુક્ત વિવિધ ફ્લેવર્સ તેમજ હુક્કા સહિતનો મુદ્દામાલ  જપ્ત કર્યો હતો. 

FSL રિપોર્ટમાં નિકોટીનની હાજરી હોવાનું સામે આવ્યું

પોલીસને સ્થળ પરથી હુક્કાની વિવિધ ફ્લેવરના 146 પેકેટ, 37 હુક્કા, પેપર ફોઇલની 28 ચિલમ અને પાઇપ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને  કબજે લઇ સેમ્પલ તપાસ માટે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

સરખેજ પોલીસે ગુનો નોંધ્યો

ત્યારે હવે FSL રિપોર્ટમાં નિકોટીનની હાજરી હોવાનું સામે આવ્યું છે. પરિણામે બિગ ડેડી કેફેના સંચાલક વિનોદચંદ્ર પટેલ સામે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો