મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં NEET મુદ્દે NSUIનું વિરોધ પ્રદર્શન, પૂતળા દહન અગાઉ 25ની કરાઈ ટીંગાટોળી

સુરત સહિત સમગ્ર દેશમાં નીટ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થી પાંખ એબીવીપી બાદ એનએ

સુરતમાં NEET મુદ્દે NSUIનું વિરોધ પ્રદર્શન, પૂતળા દહન અગાઉ 25ની કરાઈ ટીંગાટોળી

સુરત સહિત સમગ્ર દેશમાં નીટ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થી પાંખ એબીવીપી બાદ એનએસયુઆઈ પણ મેદાને આવ્યું છે. એનએસયુઆઈ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે પૂતળાં દહન સહિતનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જો કે, પોલીસે પૂતળાં દહન અગાઉ જ 25 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.

કાર્યકરોની અટકાયત

NSUI દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ગેટ સામે આશ્ચર્યજનક કાર્યક્રમ થાય તે પહેલા જ કાર્યકર્તા અને નેતા પોલીસ પકડમાં આવ્યા હતાં. ૨૫થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. કોઈપણ પરમિશન વગર કાર્યક્રમ આયોજિત કરતા અટકાયત કરાઈ હતી. નેશનલ ટેસ્ટ એજન્સીનાં પૂતળાનું દહન કરવાના હતા. 

ટ્રાફિક જામ હળવો કરાયો

વીર નર્મદ યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન અગાઉ જ પૂતળાં સહિત કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. બાદમાં ટ્રાફિક જામ થયો હોવાથી તેને હળવો કર્યો હતો.

આ સમાચાર શેર કરો