સુરતમાંથી હવે નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો, આરોપી પાસેથી મળ્યા બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટી
સુરત શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર

સુરત શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસે એક બંદૂક,વર્દી ,આઈ કાર્ડ ,અને સર્ટી કબ્જે કરાયા છે. પોલીસે એક અર્ટિગા કાર પણ કબ્જે કરી છે. કાર પર CSICનું બોર્ડ મારવામાં આવ્યું હતું.આરોપી હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાગ રચી રૂપિયા પડાવતો હતો.
યુનિફોર્મ પણ મળ્યો
પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ કહ્યુ કે, છેલ્લા 9 મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની પાસે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો. આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્કમટેક્સની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આવવાના બહાને પૈસા પડાવતો હતો.
લોકોમાં રોફ જમાવતો
લોકોમાં રોફ જમાવવા આરોપીએ ગોવા, દિલ્હી અને અલગ-અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ બનાવી, સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલકીની આર્ટિકા ગાડીમાં લગાડીને ફરતો હતો. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપતો હતો. એટલું જ નહીં લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના નામે અલગ-અલગ લોકો સાથે છેતરપિંડી આચરી હતી.








