મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લો બોલો! હવે ફ્લાવર શોની પણ નકલી ટિકિટ, કોઈકે કરી નાંખ્યો ખેલ

અમદાવાદના સૌથી પ્રખ્યાત ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલમાં દરરોજ લાખો લોકો આ ફ્લાવર શોન

લો બોલો! હવે ફ્લાવર શોની પણ નકલી ટિકિટ, કોઈકે કરી નાંખ્યો ખેલ

અમદાવાદના સૌથી પ્રખ્યાત ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલમાં દરરોજ લાખો લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કોર્પોરેશને જે ટિકિટો વેચાણમા નથી લીધી તેવી ટિકિટો મળી આવી છે. ફ્લાવર શો માટેની એન્ટ્રી ફી  માટેની 70 રૂપિયાના દરની 27 ટિકિટો અને 100ના દરની 25 ટિકિટ મળી આવી છે. 

ફ્લાવર શોમાં એન્ટ્રી માટે ઓનલાઇન ટિકિટોનું વેચાણ બંધ થયા પછી વેચવાની પ્રિન્ટ કરેલી નકલી ટિકિટો મળતા ફરિયાદ નોંધાઈ છે. ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી 52 જેટલી ટિકિટો મળી આવી છે. મહત્ત્વનું છે કે, પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ કોર્પોરેશનને વેચી ન હોવા છતાં લોકો ટિકિટ સાથે ફ્લાવર શો જોવા આવ્યા. સમગ્ર મામલે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ શૂટ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં શૉના અંતિમના બે દિવસમાં પ્રિ-વેડિંગ કરી શકાશે, જેમાં સવારના 7 વાગ્યાથી 9:30 સુધી પ્રિ-વેડિંગ કરી શકાશે, જેના માટે 25 હજાર ચાર્જ નક્કી કરાયો છે. જ્યારે ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ ચૂકવવો પડશે.

શું છે ટિકિટ દર?

ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500 રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો