શો-રૂમ માલિક પાસે 25 લાખની ખંડણી માગનાર કુખ્યાત ગેંગના સાગરીતની ધરપકડ
કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીત મનીષ ગોસ્વામીની ઘાટલોડિયા પોલીસે ખં

કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીત મનીષ ગોસ્વામીની ઘાટલોડિયા પોલીસે ખંડણીના કેસમાં ધરપકડ કરી છે તેમજ કાયદાનું ભાન કરાવવા માટે સ્થળ પર બોલાવી પંચનામુ પણ કરાવ્યું. અમદાવાદમાં એક સમયે વિશાલ ગોસ્વામી ગેંગનો આતંક હતો.
આ પણ વાંચો :43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી
વિશાલ ગોસ્વામી ગેંગએ જવેલર્સના માલિક પર ફાયરિંગ કરી લુંટના ગુનાને અંજામ આપ્યા હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી ગેંગની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યો હતો. આ ગેંગ પૈકી મનીષ ગોસ્વામીએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ એક ગારમેન્ટ વેપારીને શો-રૂમ પર જઈ 25 લાખની ખંડણી માંગી હતી.
આ પણ વાંચો : બેંક સાથે 1,400 કરોડની છેતરપિંડી, ક્વાલિટી ડેરી કંપનીના 12 સ્થાનો પર ઈડીની રેડ
આ મામલો સામે આવતાં જ ઘાટલોડિયા પોલીસે શો-રૂમના માલિકની ફરિયાદ નોંધી અને તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમ બનાવી મનીષ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિક તપાસ કરતાં મનીષ ગોસ્વામી પર ગંભીર ગુના પૈકી અત્યાર સુધી 7 ગુના નોંધાઇ ચૂક્યા છે. ઘાટલોડિયા પોલીસે મનીષા ગોસ્વામીની ધરપકડ કરી તેઓએ વધુ કોઈ ગુનાને અંજામ આપ્યા છે કે કેમ તે અંગે આગળ તપાસ શરૂ કરી છે.








