મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરામાં અંધારપટ છવાશે! નગરપાલિકાને વીજ બિલ ભરવા ફટકારી નોટિસ

ગોધરા નગરપાલિકાને બાકી વીજ બિલના 16.60 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ ફટકારી છે. ગોધરા MGVCL દ્વારા બાકી

ગોધરામાં અંધારપટ છવાશે! નગરપાલિકાને વીજ બિલ ભરવા ફટકારી નોટિસ

ગોધરા નગરપાલિકાને બાકી વીજ બિલના 16.60 કરોડ રૂપિયા ભરવા માટે નોટિસ ફટકારી છે. ગોધરા MGVCL દ્વારા બાકી વીજ બિલ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ સાથે જ વીજ બિલની રકમ ના ભરે તો સ્ટ્રીટ લાઇટ કાપવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગોધરા નગરપાલિકાને બાકી વીજ બિલ ભરવા નોટિસ

ગોધરા MGVCL દ્વારા નગરપાલિકાને અવાર નવાર વીજ બિલ ભરવા અંગે પાલિકાના સત્તાધીશોને જાણ કરવામાં આવી છે. તેમ છતા પણ બાકી વીજ બિલની રકમ ભરવામાં ના આવતા અંતે નોટિસ ફટકારવામાં આવી છે. MGVCL દ્વારા 16.60 કરોડ બાકી વીજ બિલ ભરવામાં નહીં આવે તો સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ગોધરા નગરપાલિકા દ્વારા જો વીજ બિલ ભરવામાં નહીં આવે તો ગોધરામાં અંધારપટ છવાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઉતરાયણ પછી પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ શકે, રાજકીય પક્ષોએ શરૂ કરી તૈયારી

ગોધરા પાલિકામાં 22 કરોડના વેરાની વસૂલાત પણ બાકી

ગોધરા નગરપાલિકાના વેરા વસૂલાત વિભાગની ટીમ દ્વારા આગામી ટૂંક સમયમાં કાર્વયાહી હાથ ધરવામાં આવનાર છે. ગોધરા નગરપાલિકાના 11 નંબર વોર્ડમાં 22 કરોડની વેરા વસુલાત બાકી હોવાથી એક સાથે 1500 જેટલા મિલકત ધારકોને વેરા વસુલાતની ટીમ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. બાકીદારો યોગ્ય સમય મર્યાદામાં વેરો નહીં ભરે તો આગામી દિવસોમાં વેરા વસૂલાત વિભાગ દ્વારા સ્કોર્ડ બનાવી મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રહેણાંક મિલકત ધારકોના નળ જોડાણના કનેક્શન કાપી કાર્યવાહી હાથ ધરાશે. 

આ સમાચાર શેર કરો