જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનતા નીતિન પટેલે શું કહ્યું?
ગુજરાતના ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી કરવામાં આવી છે ,જગદીશ

ગુજરાતના ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી કરવામાં આવી છે ,જગદીશ વિશ્વકર્મા સર્વાનુમતે નિમણૂક કરવાનું નિવેદન આવ્યું છે.નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા છે,
કડીમાં વિધાનસભાની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માનું સક્રિય યોગદાન માનવામાં આવી રહ્યું છે તેમજ પૂર્વ નાયબ મુખ્ય પ્રધાને અમદાવાદના શહેર પ્રમુખ તરીકેના તેમના અનુભવને બિરદાવ્યો, નીતિન પટેલ એ કહ્યું છે કે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પક્ષ વધુ મજબૂત બનશે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા :
જગદીશ વિશ્વકર્મા નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે.આજે ગાંધીનગરમાં કમલમ્ ખાતે જગદીશ વિશ્વર્માનો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાતના ભાજપ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તમને જણાવી દઈએકે,જગદીશ વિશ્વકર્માને ગુજરાત પ્રદેશ ભાજય પ્રમુખ ચૂંટણીના બિનહરિફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.






