Gandhinagar news:સેક્ટર 24 ના ફ્લેટમાંથી મહિલા પોલીસકર્મીનો મળ્યો મૃતદેહ, પોલીસ બેડામાં ખળભળાટ
ગાંધીનગરના સેક્ટર 24 ના ફ્લેટમાંથી મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતા પોલીસબે

ગાંધીનગરના સેક્ટર 24 ના ફ્લેટમાંથી મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતા પોલીસબેડામાં ચકચાર મચી છે. મહિલા શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા કે આત્મહત્યા? તે દિશામાં તપાસ શરૂ
પ્રાપ્ત માહિતી મુજબ પાટનગર ગાંધીનગરના સેક્ટર 24 ના ફ્લેટમાંથી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી છે. બનાવની જાણ થતાં ગાંધીનગર ડીવાયએસપી તેમજ એફએસએલની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે. મહિલાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઇ છે, તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે.




