Gandhinagar news: કલોલમાં ત્રણ યુવકોનો સામૂહિક આપઘાત, તળાવમાં ઝંપલાવતા પહેલા બનાવ્યો વિડીયો
ગુજરાતમાં હત્યા, આપઘાત સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગરના કલ

ગુજરાતમાં હત્યા, આપઘાત સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકોએ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. આપઘાત પહેલા યુવકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને કલોલ પોલીસે યુવકો મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલમાં ત્રણ યુવકે કર્યો આપઘાત
મળતી માહિતી મુજબ, કલોલમાં નારદીપુર ગામના ત્રણ યુવકે તળાવમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું છે. યુવકોના નામ ધૈર્ય શ્રીમાળી (ઉં.વ.21), કૌશિક મહેરીયા (ઉં.વ.23) અને અશોક વાઘેલા (ઉં.વ.39) છે. ઘટના પહેલા યુવકોએ વીડિયો બનાવ્યો હતો અને પછી ઈન્સ્ટાગ્રામમાં વાઈરલ કર્યો હતો.
જ્યારે ત્રણેય યુવકો દારૂના નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ ઘટના બે દિવસ પહેલાની હોવાનું જણાય છે. સમગ્ર બનાવને લઈને પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.






