મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લેટરકાંડઃ નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા, તપાસનો ધમધમાટ શરુ

અમરેલી: લેટરકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ અનુસંધાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાય અમરેલીના

લેટરકાંડઃ નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા, તપાસનો ધમધમાટ શરુ

અમરેલી: લેટરકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ અનુસંધાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાય અમરેલીના સર્કિટ હાઉસ પહોંચ્યા છે. પાયલ ગોટી કેસમા સ્થાનિક પોલીસે કરેલા રિકન્સ્ટ્રશન પંચનામા સામે વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે. ઉપરાંત પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ? આ અંગે નિષ્પક્ષ રીતે તપાસ થશે.

મહત્ત્વનું છે કે, આ મામલે કેટલાક સ્થાનિક અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓના નિવેદનો લેવાઇ શકે છે. પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, પાયલ ગોટી સહિત 4ની ધરપકડ કરવામા આવી હતી. ત્યારે મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા પાછળ ક્યાં નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે તપાસ પણ હજુ બાકી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરેલી SP સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરતા કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા, મહિલા પોલીસકર્મી હીનાબેન મેવાડાને સસ્પેન્ડ કરી દીધા હતા. જેના ગણતરીના કલાકો બાદ આ સમગ્ર મામલાની તપાસ SMCના વડા DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. 

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. 

આ પણ વાંચોઃ અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર, DIG નિર્લિપ્ત રાયને સોંપાઈ તપાસ

સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.

આ સમાચાર શેર કરો