મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: પ્રથમ ટર્મમાં જ નિમુબેન બાંભણિયાને મોદીના મંત્રીમંડળમાં મળ્યું સ્થાન, જાણો તેમના વિશે

લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ 9 જૂને રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હ

ગુજરાત: પ્રથમ ટર્મમાં જ નિમુબેન બાંભણિયાને મોદીના મંત્રીમંડળમાં મળ્યું સ્થાન, જાણો તેમના વિશે

લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ 9 જૂને રવિવારે  નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ત્રીજી વખત વડાપ્રધાન બનીને તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી છે. ગુજરાત ક્વોટામાંથી અમિત શાહ, એસ. જયશંકર,  મનસુખ માંડવિયા, સી. આર. પાટીલ, જે.પી નડ્ડા અને મહિલા સાંસદ નિમુબેન બાંભણિયાએ મંત્રીપદના શપથ લીધા હતા.  નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 31 કેન્દ્રીય મંત્રી સહિત સ્વતંત્ર વિભાગ ધરાવતા પાંચ મંત્રી અને રાજ્ય કક્ષાના 36 મંત્રી પણ સામેલ છે. 

નિમુબેનનો 4 લાખથી વધુ મત વિજય

લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનો 4,55,289 લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા. તેમને કુલ 7,16,883 મતો મળ્યા હતા. જ્યારે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાને 2,61,594 લાખ મતો મળ્યા હતા.

ભાવનગર બેઠક પર કોળી સમાજના મતોનું પ્રભુત્વ રહેલું છે. આથી અહી બંને પાર્ટી કોળી ઉમેદવારોને ટિકિટ આપી હતી. અત્યાર સુધી ભારતીબેન શિયાળ અહીં ભાજપથી જીતતા આવ્યા હતા. જોકે આ વર્ષે ભાજપે ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને તેમના સ્થાને નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી હતી. 

કોણ છે નિમુબેન બાંભણિયા?

નિમુબેન બાંભણિયાએ B.SC, B.ED સુધીનો અભ્યાસ કર્યો છે, તેઓ વ્યવસાયે શિક્ષકા હતાં. 2004માં નીમુબહેન બાંભણિયા ભાજપમાં જોડાયાં હતા. કોળી સમાજમાં આવતાં નિમુબેન બાંભણિયા 2005થી 2020 સુધી સતત ત્રણ ટર્મ ભાવનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યાં છે. બે વખત મેયર પણ રહી ચૂક્યાં છે. 

આ સિવાય નિમુ બાંભણિયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના સભ્ય તેમજ રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી રહ્યા છે. તેમજ ભાવનગર જિલ્લા કોળી કર્મચારી મંડળના સભ્ય છે. 

આ સમાચાર શેર કરો