પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર, 4 સપ્તાહમાં 2000 જગ્યાઓ પર ભરતી
અમદાવાદ: રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 4

અમદાવાદ: રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વિર્કે ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં માહિતી હતી.
પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટના ધ્યાને મુકવામાં આવી હતી. પોલીસ ભરતી બોર્ડમાં પણ કાયમી અધ્યક્ષની નિમણુક પૂર્ણ કરી હોવાની કોર્ટમાં માહિતી આપવામાં આવી છે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતી માટેની જાહેરાત અંગે પણ ટૂંક સમયમાં પરીક્ષા લેવાશે. ફીઝીક્લ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હતી, જે બાદ જાહેરાત કરવામાં આવશે. ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં હાથ ધરાશે.
IPS નીરજા ગોટરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂંક
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન તરીકેની વરણી થતાં IPS અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને વર્ષ 1993ની બેચના આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે.
IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે.






