મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં દૂધના કેનમાંથી નવજાત મળ્યું, ભુલકાની તસવીર જોઇને કાળજુ કંપી જશે

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામમાંથી નવજાત બાળક મળી આવ્યું છે. બંધ મકાનના આગળ પ્લાસ્ટિકના ટબમાંથી નવજાત બાળક મળી આવતા પોલીસ

સાબરકાંઠામાં દૂધના કેનમાંથી નવજાત મળ્યું, ભુલકાની તસવીર જોઇને કાળજુ કંપી જશે

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામમાંથી નવજાત બાળક મળી આવ્યું છે. બંધ મકાનના આગળ પ્લાસ્ટિકના ટબમાંથી નવજાત બાળક મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવજાતનું શરીર ઠંડુ પડી ગયું

વિજયનગર તાલુકાના ભટેલા ગામમાં બંધ મકાનની આગળ પ્લાસ્ટિકના ટબમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. નવજાતનું શરીર ઠંડુ પડી ગયું હતું અને તેના મોઢા પર રૂમાલ પણ બાંધેલો હતો.

બનાવની જાણ 108ને કરવામાં આવતા 108ની ટીમ દ્વારા બાળકને વિજયનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તે બાદ બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું છે.

નવજાત બાળક મામલે નવો ખુલાસો

વિજયનગરના ભટેલા ગામમાંથી મળી આવેલા નવજાત બાળક મામલે નવો ખુલાસો થયો છે. આ બાળક અધૂરા માસે જન્મ્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ બાળક હિંમતનગર સિવિલના NICU વોર્ડમાં રાખવામાં આવ્યું છે અને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.બાળક માટે ફિડિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે તો બીજી તરફ વિજયનગર પોલીસ બાળકના પેરેન્ટ્સને શોધવા કામે લાગી છે.

આ સમાચાર શેર કરો