મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નવજાત બાળકીનું ત્યજી દેવાતા મોત, પક્ષીઓના કલબલાટથી દોડી લોકોને થઈ જાણ

સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવ

સુરતમાં નવજાત બાળકીનું ત્યજી દેવાતા મોત, પક્ષીઓના કલબલાટથી દોડી લોકોને થઈ જાણ

સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવા ખાડી કિનારે નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેથી મળસ્કે પક્ષીઓના ઝુંડના કલકલાટથી લોકો દોડીને ગયા હતાં. જઈને જોયું તો નવજાત બાળકી કચરામાં પડેલી દેખાઈ હતી. જેથી 100 નંબર પોલીસને જાણ કરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં MD ડ્રગ્સ સાથે ઝડપાયેલાને આકરી સજા, બે આરોપીને કોર્ટે ફટકારી 15 વર્ષની સજા

લોકોએ વરસાવી ફીટકાર

સ્થાનિક મહિલાએ કહ્યું કે, 108 એમ્બ્યુલન્સમાં અમે બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જો કે, તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. આ બાળકીને ત્યજી દેનાર સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. પોલીસે આવી જનેતાને પકડીને તેનું મોં કાળું કરીને જાહેરમાં ફેરવવી જોઈએ. બાળકીનો શું દોષ હતો કે તેણીને ત્યજી દેવામાં આવી હતી. 

ઘરકામ છોડીને મહિલાઓ દોડી ગઈ

રમા મોર્ય નામની મહિલાએ કહ્યું કે, સવારે અમે જાગ્યા હતા ત્યારે કાગડાઓનો અવાજ આવી રહ્યો હતો. હું જમવાનું બનાવવા જતી હતી. તેની જગ્યાએ ત્યાં ગયા તો બાળકી હોવાનું જાણમાં આવ્યું હતું. બાદમાં અમે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. ત્યારબાદ અમને તબીબોએ કહ્યું કે, બાળકીનું મોત થઈ ગયું છે. 

આ સમાચાર શેર કરો