મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બાંધકામ સાઈટ મામલે નવી SOP જાહેર, ટાવરક્રેઈનના વપરાશ પહેલા આ સર્ટીફિકેટ જરૂરી

અમદાવાદમાં બાંધકામ સાઈટ ઉપર ટાવરક્રેઈનનો ઉપયોગ કરતા પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું પડશે. ટાવર ક્રેઈનના ઉપરના ભા

અમદાવાદ: બાંધકામ સાઈટ મામલે નવી SOP જાહેર, ટાવરક્રેઈનના વપરાશ પહેલા આ સર્ટીફિકેટ જરૂરી

અમદાવાદમાં બાંધકામ સાઈટ ઉપર ટાવરક્રેઈનનો ઉપયોગ કરતા પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું પડશે. ટાવર ક્રેઈનના ઉપરના ભાગમાં એરક્રાફટ વોર્નિંગ લાઈટ લગાવવી પડશે. ટાવરક્રેઈનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત,સંલગ્ન રસ્તા ઉપરથી પસાર થતાં લોકોની સલામતીની જવાબદારી ક્રેઈન સંચાલક,માલિક તથા ડેવલપર્સની રહેશે.

ઉપરના ભાગમાં એરક્રાફટ વોર્નિંગ લાઈટ જરૂરી

શહેરમાં બાંધકામ સાઈટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવી છે. બાંધકામ કરનાર ડેવલપર્સ દ્વારા બાંધકામ સાઈટ ઉપર ટાવરક્રેઈનનો ઉપયોગ થાય છે. આ બાબતને ધ્યાનમાં લઈ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં ટાવરક્રેઈનના ઈન્સ્ટોલેશન, ઓપરેશનની કામગીરી સાથે સંકળાયેલા મજૂરો, આજુબાજુની મિલકતો,નાગરિકો તેમજ વાહનોની જાહેર સલામતી જળવાય એ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ.ઓ.પી. જાહેર કરવામાં આવી છે.

જેમાં નાગરિકો અને તેમની મિલકતોને ટાવરક્રેઈનના ઉપયોગથી નુકસાન ના થાય તેમજ વાહનવ્યવહાર જળવાય તે માટે સુચન કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામની વિકાસ પરવાનગી આપવામાં આવી હોય અને બાંધકામની કામગીરી માટે બાંધકામની કામગીરી માટે બાંધકામ સાઈટ ઉપર કોઈપણ પ્રકારની ટાવરક્રેઈન ઈન્સ્ટોલેશન કે ઓપરેશન કરવાની થતી હોય તેવા કિસ્સામાં બાંધકામ માટેની ટાવરક્રેઈનના ઈન્સ્ટોલેશન માટે ફેકટરી એકટ-1948 મુજબ સેફટી રીપોર્ટ,સેફટી સર્ટિફિકેટ રજા ચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે.

માલિક,ડેવલપર્સ વગેરે દ્વારા ટાવરક્રેઈનના ઈરેકશન, હાઈટ ડિસ્મેન્ટલ અને ઓપરેશન માન્ય સ્ટ્રકચરલ એન્જિનીયરની દેખરેખ હેઠળ ટાવર ક્રેઈનના ટેક્નિકલ સ્ટાફની હાજરીમાં સુપરવાઈઝીંગ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ કરવાના રહેશે.ઉપરાંત ટાવરક્રેઈન અને તેના પાટર્સની સલામતીના રીપોર્ટ રજૂ કરવાના રહેશે.

પ્લોટ હદ બહાર ટાવરક્રેઈનના ઉપયોગ માટે પોલીસ કલીયરન્સ મેળવવુ પડશે

બાંધકામ સાઈટના પ્લોટની હદ બહાર ટાવરક્રેઈનનો ઉપયોગ થતો હોય અને કામગીરીથી ટ્રાફિકને અસર થાય તેમ હોય તો પોલીસ કલીયરન્સ મેળવવુ પડશે. ઓવરહેડ ઈલેકટ્રીક લાઈન,હાઈટેન્શન લાઈન, ઓઈલ,ગેસ પાઈપલાઈનની નિયત કંટ્રોલ લાઈન મુજબ સલામત અંતર જાળવવુ પડશે.

આ સમાચાર શેર કરો