Surat News: મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ, વહેલી સવારથી ભારે વરસાદી ઝાપટાં
છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ સુરતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી

છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ સુરતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે સવારથી જ ભારે વરસાદી ઝાપટા પડવાનું શરૂ થઈ ગયું છે.
શ્રાવણિયા ઝાપટાથી ઠંડક
થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જ્યારે આજે સવારથી જ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. જેના પગલે વાતાવરણમાં શ્રાવણિયા ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદી માહોલમાં સવારે કામકાજ પર નીકળેલા લોકોને રેઈન કોટ સહિતની વસ્તુઓનો સહારો લેવાની ફરજ પડી હતી.
ખેડૂતો માટે લાભકારી
હાલ પડી રહેલો વરસાદ વાવણી થયા બાદ પાક માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. જેથી હાલ વરસાદી ઝાપટા સ્વરૂપે પડતું પાણી સીધુ જ જમીનમાં ઉતરી જતું હોવાથી આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.







