મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NCRB રિપોર્ટ : ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ બને છે દુષ્કર્મનો ભોગ, બે-બે વર્ષ સુધી નથી પકડાતાં આરોપીઓ

કોલકત્તામાં બળાત્કારની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શ

NCRB રિપોર્ટ : ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ બને છે દુષ્કર્મનો ભોગ, બે-બે વર્ષ સુધી નથી પકડાતાં આરોપીઓ

કોલકત્તામાં બળાત્કારની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્ડલ માર્ચ યોજીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સલામતીને લઈને સવાલો ઉઠ્યાં છે ત્યારે શાંત-સલામત ગુજરાતમાં પણ મહિલાઓ સલામત રહી નથી. કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં રોજ છે. મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે. દર વર્ષે ગુજરાતમાં અંદાજે બે હજાર બળાત્કારની ઘટનાઓ બને છે. 

2018-2022 સુધી મહિલાઓ પર અત્યાચારના કુલ 23117 કેસો 

સલામત ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે હરી ફરી શકે તે તેવી ગુલબાંગો મહિલાઓ જ અલામતી અનુભવી રહી છે. આ તરફ, ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને સ્થિતી ચિંતાજનક રહી છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોને મતે, ગુજરાતમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, હત્યા, બળાત્કાર ઉપરાંત ઘરેલુ હિંસાના કેસોમાં વધી રહ્યાં છે. દર વર્ષે મહિલા પર થતા અત્યાચારોને લઈને સાત- આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાઈ થઇ રહી છેકે, ગુજરાતમાં મહિલાઓ સલામત રહી નથી. નોંધનીય છેકે, વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 સુધી મહિલાઓ પર થતા અત્યાચારની કુલ મળીને 23117 કેસો નોંધાયા હતાં. 

ગુજરાતમાં બળાત્કારની ઘટના

વર્ષ બળાત્કારની ઘટનાનો આંકડો
2020-21  2076
2021-22 2239
2022-23 2209
કુલ 6524

મહિલા અત્યારચારની ઘટનાઓ

વર્ષ મહિલા અત્યાચારની ઘટના
2020-21 8024
2021-22 7348
2022-23 7731
કુલ 23117

ગુજરાતમાં વર્ષ 2020-21માં 2076, વર્ષ 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. આ ત્રણ વર્ષમાં કુલ મળીને 6524 બળાત્કારના કિસ્સા બન્યા હતાં. શાંત સલામત ગુજરાતમાં મહિને 175 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે. 

આ ઉપરાંત સામૂહિક બળાત્કારના કિસ્સાઓ પણ ગુજરાતમાં બની રહ્યા છે. છતાંય સલામત ગુજરાતના ગાણાં ગવાઈ રહ્યા છે. જેમકે,  વર્ષ 2020-21માં ગુજરાતમાં સામૂહિક બળાત્કારના 27, વર્ષ 2021-22માં 32 અને વર્ષ 2022-23માં 36 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં મહિને બે સામૂહિક બળાત્કાર થાય છે. 

બળાત્કારના 194 આરોપી પકડવાના બાકી

બળાત્કારની ઘટનાઓ તો વધી રહી છે પણ કાયદો વ્યવસ્થાની સ્થિતી સુધારવાની વાત તો બાજુએ રહી, આરોપીઓને પકડવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે. ખુદ ગૃહ રાજ્ય વિભાગે વિધાનસભામાં એ વાત કબૂલી બળાત્કારના 194 આરોપી પકડવાના બાકી છે. 67 આરોપી તો છ મહિનાથી ફરાર છે જયારે 63 આરોપી એક વર્ષથી, 64 આરોપી બે વર્ષથી પકડાતા નથી.

આ સમાચાર શેર કરો