Video: નવસારીના ચીખલીમાં દીપડાનો આતંક: ઉમિયા ફાર્મમાં ઘૂસી મરઘાનો કર્યો શિકાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સોર્સ: gstv

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાણકુવા ગામે આવેલા ઉમિયા ફાર્મમાં રાત્રિના સમયે શિકારની શોધમાં દીપડો ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન દીપડાએ ફાર્મમાં રહેલા એક મરઘાનો શિકાર કર્યો હતો, જ્યારે ત્યાં બાંધેલા વાછરડા અને ગાયોનો સદનસીબે બચાવ થયો હતો. દીપડાની સમગ્ર ગતિવિધિ ફાર્મ ખાતે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રહેણાંક અને ફાર્મ વિસ્તારમાં દીપડો દેખાતા રાણકુવા સહિત આસપાસના સ્થાનિક લોકોમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાયો છે. હાલ સ્થાનિકો દ્વારા વન વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરે તેવી જોરદાર માંગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત