Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Diamond industry in recession, gemologists return, but factories are delayed by a month!

Navsari: હીરા ઉદ્યોગમાં મંદીનો સકંજો, રત્નકલાકારો પરત ફર્યા, પણ કારખાના શરૂ થવામાં એક મહિનાનો વિલંબ!

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો પોતાના વતનથી નવસારી પરત ફર્યા છે. જોકે, હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદીના કારણે આ વર્ષે કારખાનાઓ શરૂ થવામાં એક મહિના જેટલો વિલંબ થવાની સંભાવના છે, જેના કારણે હજારો કારીગરોમાં ભારે ચિંતા વ્યાપી છે. સામાન્ય રીતે બાળકોની શાળાઓ ખુલવાની સાથે જ હીરા ઉદ્યોગનું કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં જ કામકાજ શરૂ થવાની શક્યતા છે.

App Store

વૈશ્વિક માંગમાં ઘટાડો અને મંદીના પરિબળો

નવસારી શહેરમાં કાર્યરત મોટાભાગના હીરાના કારખાનાઓ હજી સુધી શરૂ થઈ શક્યા નથી. વેપારીઓ અને રત્નકલાકારોના મતે, આ મંદી પાછળ મુખ્યત્વે આ  પરિબળો જવાબદાર છે.  વૈશ્વિક બજારમાં તૈયાર હીરાની માંગ સતત ઘટી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધોની આર્થિક અસર. અને ટ્રમ્પ ટેરિફ એટલે કે  અમેરિકાની આર્થિક નીતિઓની અસર.

હીરા પ્રતિનિધિ રાજેન્દ્ર દેરાસરિયાએ જણાવ્યું હતું કે પોલિશ થયેલા ડાયમંડની બજારમાં માંગ ઘટવા સાથે તેના ભાવ પણ નીચા બોલાય છે, જેના કારણે વેપારીઓ વધુ આર્થિક નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે.

રત્નકલાકારોની આર્થિક તંગી અને ચિંતા

વતનથી પરત ફરેલા કારીગરોને એક મહિના સુધી કામ વિના ઘરે બેસી રહેવું પડે તેવી સ્થિતિ છે, જેના કારણે તેમને ગંભીર આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. રત્નકલાકાર રાજુભાઈ પટેલના જણાવ્યા મુજબ, કારીગરો હાલમાં શેઠિયાઓને મળીને કામ શરૂ થવા વિશે પૂછપરછ કરી રહ્યા છે.

કારીગરો માટે ઘરનું ભાડું, EMI, બાળકોની સ્કૂલની ફી જેવા દૈનિક ખર્ચાઓ ક્યાંથી કાઢવા તે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ઘણા કારીગરોને પોતાનું ગુજરાન ચલાવવા માટે દેવું કરવાની અથવા સગા-સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લેવાની નોબત આવી છે.

ખાલી ઘંટીઓ મંદીનો સ્પષ્ટ પુરાવો

નવસારીમાં હીરાની ઘંટીઓ ખાલી પડી છે, જે આ મંદીની ગંભીરતાનો સ્પષ્ટ પુરાવો છે. શાંતાદેવી, મિથિલા નગરી અને જલાલપોર જેવા વિસ્તારોમાં આવેલી હીરાની ઘંટીઓ સુમસામ ભાસી રહી છે.

નોંધનીય છે કે એક સમયે દક્ષિણ ગુજરાતમાં પોલકી હીરાનું સૌથી મોટું હબ ગણાતો નવસારી જિલ્લો હવે માત્ર ઝીણા હીરાનું કામ કરતો થયો છે. વર્તમાન સમયમાં નવસારીનો હીરા વ્યવસાય પોતાના અસ્તિત્વની લડાઈ લડતો હોય તેમ અત્યંત ધીમી ગતિએ કાર્યરત છે. આ સ્થિતિમાં, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો બજારમાં ઝડપી સુધારાની આશા રાખી રહ્યા છે.