મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari/ ઈટાળવા પાસે શેરડી ભરેલી ટ્રક પલટી, વાહનવ્યવહાર ખોરવાયો

નવસારી-ગણદેવી માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈટાળવા

Navsari/  ઈટાળવા પાસે શેરડી ભરેલી ટ્રક પલટી, વાહનવ્યવહાર ખોરવાયો

નવસારી-ગણદેવી માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈટાળવા ગામ નજીક શેરડી ભરેલી એક ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને રોડ પર જ પલટી મારી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માર્ગ પર શેરડીનો જથ્થો વેરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.

અકસ્માતનું મુખ્ય કારણ

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રક ચાલક આશરે 15 ટન જેટલી શેરડી ભરીને જઈ રહ્યો હતો. રાત્રિના સમયે માર્ગ પર પૂરતી લાઈટિંગની વ્યવસ્થા ન હોવાથી અને ડિવાઈડર પાસે કોઈ ઇન્ડિકેટર (સૂચક ચિહ્ન) ન હોવાને કારણે ચાલકને ડિવાઈડર દેખાયું ન હતું. અંધારામાં ટ્રક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને જોતજોતામાં રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

ટ્રાફિક જામ અને પોલીસની કામગીરી

ટ્રક પલટી જતાં તેમાં ભરેલી 15 ટન શેરડી રસ્તા પર વિખેરાઈ ગઈ હતી, જેના કારણે ગણદેવી માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસની જનરક્ષક વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રકને રસ્તા પરથી ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આટલા મોટા અકસ્માત છતાં ટ્રક ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી.

આ સમાચાર શેર કરો