Navsari news: યુવાન સાથે બોલાચાલી દરમિયાન સગીરે તમંચો કાઢ્યો, સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યો
નવસારીના વિજલપોર વિસ્તારમાં દેશી તમંચા સાથે સગીર ઝડપાયો છે. ઘેલાખડી પાટિયા ખાતે એક યુવાન અને સગીર

નવસારીના વિજલપોર વિસ્તારમાં દેશી તમંચા સાથે સગીર ઝડપાયો છે. ઘેલાખડી પાટિયા ખાતે એક યુવાન અને સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં બોલાચાલી દરમિયાન સગીરે તમંચો કાઢતા સ્થાનિક લોકોએ તેને ઝડપી લીધો હતો. સ્થાનિકોએ તપાસ કરતા તેની પાસેથી જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે એસઓજી પોલીસે સગીરની અટકાયત કરી છે.




