સુરતના નવી પારડી ગામે મહિલા તલાટી પોતાની જ ઓફિસમાં લાંચ લેતા આ રીતે ઝડપાયા
સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાંચના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જો કે, લાંચ લેવામાં હંમેશા એસીબી

સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાંચના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જો કે, લાંચ લેવામાં હંમેશા એસીબીના હાથે નાની માછલીઓ જ ઝડપાઈ જતી હોય છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવી પારડી ગામે મહિલા તલાટી કમમંત્રી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતાં. મિલકતમાંથી સાસુ- બે નણંદના નામ કમી કરાવવા માટે લાંચ માગી હતી. જે લાંચ લેતા મહિલા તલાટી રંગેહાથ ઝડપાયા હતાં.
નામો કમી કરવાના બદલામાં માગ લાંચ
કામરેજ નજીક આવેલા નવી પારડી ગામમાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા સોનલબેન શંભુભાઇ દેસાઇએ લાંચ માંગી હતી. ફરિયાદીને નવી પારડી ગ્રામ પંચાયતમા પોતાની વડીલો પાર્જીત મિલકતમાં પોતાના સીધીલીટીના વારસદારના નામો ચાલી આવતા હતા. જે પૈકી સાસુ અને બે નણંદનાઓના નામો કમી કરવા સોગંદનામુ આપવામાં આવ્યું હતુ. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે સોનલબેને ૯,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
પોતાની ઓફિસમાં જ લીધી લાંચ
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા નહોતા. જેથી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સોનલબેન પોતાની તલાટી કમ મંત્રીની ઓફિસમાં જ વાતચીત કરી 9 હજારની લાંચની રકમ સ્વિકારી હતી. બાદમાં એસીબીએ તેણીને સ્થળ પર જ ઝડપી લીધાં હતાં.








