Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Indecent comments on social media against MP Mansukh Vasava

Narmada news: સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી; એક આરોપીની ધરપકડ, બે ફરાર

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Narmada news: સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી; એક આરોપીની ધરપકડ, બે ફરાર
સોર્સ : GSTV

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સાંસદના જમાઈ વિક્રાંતકુમાર સિતારામ વસાવાએ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં એક આરોપી લાલો નાગજી ડામોરને ઝડપી રાજપીપળા પોલીસ સ્ટેશન લાવ્યો છે જ્યારે અન્ય બેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

App Store

શું છે સમગ્ર મામલો?

ઘટનાની વિગત મુજબ, ગત 27 જાન્યુઆરી 2026ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન’ અંતર્ગત એક કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે અત્યંત અશ્લીલ, અશોભનીય અને ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.

આ ફરિયાદમાં કુલ ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.

AK_JOHAR_20: આઈડી ધારક લાલો નાગજી ડામોર

S_K_PARMAR_MIP_69: આઈડી ધારક મનોજ પરમાર

ak_mavi_01: આઈડી ધારક અજિત માવી

મનસુખ વસાવા બજેટ સત્રમાં વ્યસ્ત, જમાઈએ નોંધાવી ફરિયાદ

ફરિયાદમાં જણાવ્યા મુજબ આ વીડિયોમાં આદિવાસી સમાજ વિશે ટિપ્પણી કરી સમાજમાં દ્વેષ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં સાંસદ મનસુખ વસાવા દિલ્હી ખાતે બજેટ સત્રમાં વ્યસ્ત હોવાથી, તેમના સોશિયલ મીડિયા હેન્ડલર ભાવિક પુરોહિતે મનસુખ વસાવાને આ વીડિયો અંગે જાણ કરતા અંતે જમાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વીડિયો લિન્કને પુરાવા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે.

બે ફરાર આરોપીની શોધખોળ શરૂ

રાજપીપળા પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 351(2), 296(b) અને 356(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.