Video: અલનીનોની અસરથી રાજકોટ અને ઉપલેટામાં માત્ર ૩૦ ટકા વરસાદ ખાબકતા ખરીફ પાક સંપૂર્ણ નિષ્ફળ

વર્ષ ૨૦૨૬-૨૭માં લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળ જેવા પાકો સુકાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિમાં સરકારને જગાડવા માટે બસ સ્ટેન્ડ ચોકથી ગાંધી ચોક સુધી પદયાત્રા કાઢી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર અપાયું હતું. કિસાન સભાના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકાર આંખ આડા કાન કરી રહી છે. આંદોલન દરમિયાન રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેત ધિરાણ સંપૂર્ણ માફ કરવા, હેક્ટર દીઠ 25 હજાર સહાય આપવા, પશુઓ માટે ઘાસના ડેપો ખોલવા અને શ્રમિકો માટે રાહત કામો શરૂ કરવાની પ્રચંડ માંગ કરવામાં આવી છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
જાહેરાત





