મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પરણીતાને પતિ, સંતાનો સાથે મેળાપ કરાવવા તાંત્રિક વિધિના નામે નણદોયા સહિતનાએ આચર્યો ગેંગરેપ

ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ એક તરફ પ્રસાર થઈ રહ્યું હતું. બીજી તરફ સુરતમાં તાં

સુરતમાં પરણીતાને પતિ, સંતાનો સાથે મેળાપ કરાવવા તાંત્રિક વિધિના નામે નણદોયા સહિતનાએ આચર્યો ગેંગરેપ

ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ એક તરફ પ્રસાર થઈ રહ્યું હતું. બીજી તરફ સુરતમાં તાંત્રિક વિધિના નામે મહિલા ઉપર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. તાંત્રિક વિદ્યાને લઈને નવા પસાર થયેલા વિધેયકમાં આકરી કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે પહેલો જ બનાવ સુરતમાં બનવા પામ્યો હતો. જેમાં નણદોયા સહિનાને ઝડપી લેવામાં આવ્યા છે.

ગેંગરેપ ગુજારવામાં આવ્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં તંત્ર વિદ્યાને લઈ વિધેયકને મંજૂરીને અપાયાના દિવસે જ તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહ્યું, અને પરિણિતા પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. આ અંગે મહિલાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નણદોયાને ઝડપી લેવાયો

તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. નણદોઈ અને સાગરીત સાથે દુષ્કર્મ ગુજારી વિડિયો માતા તથા સંબંધીને મોકલાયા હતા. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ડીંડોલી પોલીસે ગંભીરતા દાખવીને બંનેની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો