મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત, નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની

વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત, નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી
આ સમાચાર સાંભળો

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ વલસાડ-વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામો જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 

રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના નવા પદાધિકારીઓની રેસનો આખરે અંત આવ્યો છે. 

•મેયર: નેહલ શુક્લ

•ડેપ્યુટી મેયર: દક્ષાબેન વસાણી

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: પરેશ પીપળિયા

વડોદરાના નવા મેયર ગીતાબહેન મકવાણા બન્યા

વડોદરા મહાનગરપાલિકામાં પણ ભાજપે સામાજિક સમીકરણો અને સંગઠનની પકડ મજબૂત રાખતા નવા નામો પર મહોર મારી દીધી છે. વડોદરામાં આ વખતે મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપાઈ છે.

•મેયર: ગીતાબહેન મકવાણા

•ડેપ્યુટી મેયર: આદિત્ય પટેલ

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: વર્ષાબહેન વ્યાસ

•દંડક: વિજય ચૌહાણ

ભાવનગર મનપાના નવા પદાધિકારીઓ જાહેર

•મેયર: ઉષાબહેન તલરેજા

•ડેપ્યુટી મેયર: અશોક બારૈયા

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: કિશન મહેતા

•શાસક પક્ષના નેતા: લાલભા મનુભા વાળા

•દંડક: દીપા માંગુકિયા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર

•મેયર: રાકેશભાઈ રાઠોડ

•ડેપ્યુટી મેયર: સ્મિતાબહેન રાવલ

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: નીખિલભાઈ ચાંપાનેરી

•દંડક: સ્વાતિબહેન માંડલિયા

આ સમાચાર શેર કરો