રાજકોટઃ 'બારદાન આવશે ત્યારે ખરીદી કરીશું, મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં 'નાફેડ'ના ઠાગાઠૈયા
રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ગુજરાતમાંથી ટેકાના ભાવે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસથી શરુ કરવ

રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ગુજરાતમાંથી ટેકાના ભાવે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસથી શરુ કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે ટેકાના ભાવે મગફળીની લાભપાંચમથી ખરીદી થતી હોય છે. ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. અને તે પછીથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદીના જુદા જુદા વિસ્તારમાં સેન્ટર બનાવીને ખરીદી થાય છે. આ વખતે ધોરાજી સેન્ટર ખાતે મગફળી ભરવાના કંતાન ખૂટી જતાં ખરીદી અટકાવી છે.
આ પણ વાંચોઃ VIDEO: Plane Crashનો ભયાનક વીડિયો, એરપોર્ટ છોડી રોડ પર ગાડીઓ સાથે અથડાયું પ્લેન
ખેડૂતો ઘરેથી ટેકાના ભાવે મગફળી વેચવા માર્કેટમાં જથ્થો લઈને આવ્યા હોય અને ઓચિંતા જ અધિકારીઓ સેન્ટર પરથી ખરીદી અટકાવી દેતાં ખેડૂતોને ધરમધક્કા થઈ રહ્યા છે. મગફળીની ખરીદી ક્યારથી શરૂ થશે તે પણ હજુ ખેડૂતોને કે અધિકારીઓને ખબર નથી. નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની હજુ 50 ટકા જેટલી જ ખરીદી થઈ છે. એમાંય ખેડૂતોને આવી હાલાકી પડી રહી છે.
રાજ્ય સરકારના કૃષિમંત્રી સતત એવું રટણ કરે છે કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ મગફળી ભરવાના બારદાન જ ખૂટી પડ્યા છે. અધિકારીઓએ મગફળીની ખરીદી અટકાવી દીધી છે. નિંદ્રાધીન સરકાર ક્યારે જાગશે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય સરકારને ખબર જ છે કે મગફળીની ટેકાના ભાવે ખરીદેલી મગફળી ભરવા કેટલા બારદાનની જરૂરિયાત રહેશે. તેમ છતાં હજુ 50 ટકા મગફળીની ખરીદી થઈ છે ત્યાં બારદાન ખૂટી પડે તો કોણ જવાબદાર? અચાનક ધોરાજી માર્કેટ યાર્ડમાં બારદાન ખૂટી પડતાં ખેડૂતોને અગાઉ કોઈપણ જાણકારી આપ્યા વિના ખરીદી અટકાવી દીધી છે. જેને પગલે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એ નક્કર હકિકત છે.








